153) વિવાહ કાર્ય નું પંચામૃત : 

વિવાહ કાર્ય નું પંચામૃત : 

વિવાહ પાત્ર સર્ચ - પસંદગી મા જલ્દી સફળતા મળે તે માટેનું *પંચામૃત* નીચે મુજબ 5 પોઈન્ટ્સ મા આપેલ છે :

(1) Biodata : આપણી વેબસાઈટ અને વૉટ્સએપ મા regularly બાયોડેટા ચૅક કરતા રહો. ગમતા બાયોડેટા શોર્ટલીસ્ટ કરો. લગ્ન ની યોગ્ય ઉંમર થઇ જાય તો, આ કાર્ય ને No. 1 Priority આપીને બીજા કાર્યો કરતા વધુ સમય આપો. તેમાં વધુ મેહનત કરો. સમય અને મેહનત આપ્યા વગર કોઈ પણ કાર્ય મા સફળતા ના મળે. ઉમેદવાર એ લગ્ન કરવાનાં છે તો એમને આ કાર્ય મા interest હોવો જરૂરી છે. માત્ર પૅરેન્ટ્સ કે સંસ્થા આ કાર્ય મા રસ લેશે, તે પૂરતું નથી. 

(2) Bhudev Jivansathi Sammelan : ભુદેવ પરિચય મેળા મા બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવીને રૂબરૂ સ્થળ ઉપર આવીને પાર્ટીસીપેટ કરો. ત્યાં તમને અનેક દીકરા - દીકરી - પૅરેન્ટ્સ રૂબરૂ જોવા મળે છે. મિટિંગ કરવા મળે છે. સ્થળ ઉપર, પોતાનો સ્ટેજ-પરિચય આપો. આ કાર્ય મા પોતાની ચોઈસ ની સ્પષ્ટતા અને સેલ્ફ-કોન્ફિડેન્સ ખુબજ જરૂરી છે. સ્ટેજ પરિચય થી તમને Vivah પાત્ર પસંદગી ના કાર્ય મા પોતાના વિચારો મા સ્પષ્ટતા, ચોઈસ મા સ્પષ્ટતા, અને સેલ્ફ-કોન્ફિડેન્સ ડેવલપ થશે. આગળ જઈને તમને આજ સ્પષ્ટતા અને સેલ્ફ-કોન્ફિડેન્સ અતિ-ઉપયોગી થશે.

(3) Contact & Meeting : વેબસાઈટ અથવા બુકલેટ માંથી, પોતાની ચોઈસ પ્રમાણે પોતાના શોર્ટલિસ્ટેડ બાયોડેટા ને 1 to 1, કોન્ટેક્ટ કરશો. 

(4) Meeting : અનુકૂળ લાગે તેમની સાથે રૂબરૂ મિટિંગ કરશો. મિટિંગ નો ચોક્કસ આગ્રહ રાખશો. મિટિંગ વગર માત્ર ફોટો જઈને હા / ના જેવો નિર્ણય લેવો યોગ્ય ના કહેવાય. મિટિંગ મા સંકોચ, આળસ કે અણગમો નહિ રાખો.
 
(5) Gol-Dhana or Vivah : બધું યોગ્ય લાગે તો યોગ્ય પાત્ર ને સમયસર હા કહીને તેમની સાથે ગોળ-ધાણા કે વિવાહ કરશો. 10 માંથી 10 પૉઈન્ટ નું મેચિંગ થાય તેવું પાત્ર કોઈને ના મળે. આથી, 1-2 વાતો લેટ-ગો કરવી પડે, તો લેટ-ગો કરીને પણ યોગ્ય ઉંમરે યોગ્ય પાત્ર ને હા કહીને પોતાનો ઘર-સંસાર વસાવો. મોટી ઉંમરે, ઘર-સંસાર વગર, તમને તમારું જીવન એકલવાયું અને નિરસ લાગશે. પોતાના ઘર-સંસાર વગર, તમને પોતાનો પૈસો, ગાડી, બંગલો, જોબ, માન મોભો, બધું નકામું અને અર્થ-હીન લાગશે. એટલે સમયસર લગ્ન કરીને જીવન મા, આગળ વધો. 

All the best wishes, 
--- ભૂદેવ નેટવર્ક Team 
(અમદાવાદ & વડોદરા)

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now